તારીખ 11 ના રોજ લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી જેમાં 435 કરતાં પણ વધારે વેપારીઓ દ્વારા ઉમેદવારોને ચૂંટવામાં આવશે જેમાં ઉમેદવાર તરીકે પરીન સોની કલ્પેશભાઈ વિરાણી કેપ્ટન ધામત દ્વાર ઉમેદવારી નોંધાવી ચૂંટણી મેદાનમાં ઝંપલાવેલ જે ચૂંટણીમાં વેપારીઓ પોતાના પ્રમુખને ચુટવા માટે થનગની રહ્યા હતા ચૂંટણી વડવાળા હનુમાન મંદિર ખાતે યોજવા માં આવેલ આ સમગ્ર ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કમલેશ બાપુ અગ્રાવત ઘનશ્યામ બારીયા કિશોરભાઈ જોબનપુત્રા દિલીપ ભાઈ શેખલીયાં મનીષ દેસાઈ દિનેશ સંગતાણી ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી માં નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને વેપારીઓને પડતી હાલાકી ને તંત્ર સુધી લઈ જાય તેવા ઉમેદવાર ને ચૂંટવા માટે અપીલ કરવા માં આવેલ જેમાં મત ગણતરી માં પરીન સોની ને 248 કલ્પેશ વિરાણીને 104 કેપ્ટન ધામતને 82 મત મળેલ અને ચૂંટણી પંચ દ્વારા પરિન સોનીને વિજેતા જાહેર કરવામાં આવેલ ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ ના નવા સુકાની ના શીરે કાંટાના તાજ સમી વેપારી ઓની સમસ્યા હોય ત્યારે નવનિયુક્ત પ્રમુખ પર લીલીયા ના વેપારી ઓની આશા ઓ અપેક્ષા ઓ ખુબ મોટી સે અને એ પરિપૂર્ણ કરવા ની જવાબ દારી ચૂંટાયેલ પ્રમુખ ની છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


