Gujarat

લીલીયા મોટા ઉમિયા માં ની રજત જયંતિ કાર્યક્રમ ની તડામાર તૈયારી 

આજરોજ તા ૬/૪/૨૩ ના રોજ બપોરના ત્રણ કલાકે સ્વયંસેવક  ભાઈઓને આઈકાર્ડ તેમજ વિવિધ વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી હતી જેમાં ભોજનાલય સમિતિ વાહન પાર્કિંગ સમિતિ ટ્રાફિક વ્યવસ્થા સમિતિ મુખ્ય કાર્યાલય પાણી પુરવઠા સમિતિ પ્રેસ મીડિયા સમિતિ સ્વાગત સમિતિ મનોરંજન સમિતિ તેમજ આવી 50 સમિતિ ઓને માર્ગદર્શન તેમજ વિવિધ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા ઉમા પરિવારના યુવાનો તેમજ  વડીલોને માં અમે તૈયાર છીએ એવી હાકલ કરવામાં આવી હતી તેમજ ભરતભાઈ શેખલીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે મચ પર થી જાહેરાત કરવા માં આવેલ કે મતિરાળા ના ભરવાડ સમાજ દ્વારા એક દિવસ ચા માટે નું દૂધ પૂરું પડવા માં આવશે ત્યારે તમામ સમાજ  માં ઉમા ની રજત જયંતિ ઉજવવા થનગની રહ્યો છે અને એક જ વાત દરેક સમાજ દ્વારા કરવા માં આવી રહી છે કે માં અમે તૈયાર સીએ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230406-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *