લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્લા વિસ્તારના બાવન ગામ કડવા પાટીદાર સમાજ આયોજિત શ્રી ઉમિયા માતાજી મંદિર ના 25 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ પુર્વની ઉજવણી પ્રસંગે યોજાનાર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ આજરોજ તારીખ 7/4/2023 શુક્રવાર સવારના સાત કલાકે ઉમિયા મંદિર ખાતેથી 5000 બહેનોની ઉપસ્થિતિમાં જુવાર યાત્રા નોપ્રારંભ કરવામાં આવેલ આ જુવારા યાત્રામાં શહેરની મેઈન બજાર નાવલી બજાર અમરેલી માર્ગ સહિત વિવિધ માર્ગો પર ફરી ઉમિયાધામ રજત જયંતિ મહોત્સવ સ્થળ ખાતે પહોંચી માં ઉમિયા ની આરતી ઉતારી હતી. ત્યારબાદ યજ્ઞશાળામાં પરમ પૂજ્ય વસંત દીદીના વરદ હસ્તે 21 કુંડી યજ્ઞનો પ્રારંભ કરાયો માં ઉમિયા ની મહા આરતી પણ યોજાઈ હતી ત્યારબાદ યજ્ઞશાળામાં અલૌકિક ત્રિદિવસીય 21 કુંડી હોમાત્મક સતચંડી યજ્ઞનો પરમ પૂજ્ય વસંત દીદી દ્વારા અગ્નિ પ્રજલીત કરી હોમાત્મક યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ આચાર્ય તરીકે મિતેશભાઇ પંડ્યા એ મંત્રોચ્ચાર કરી મહોત્સવના મુખ્ય યજમાન મનસુખભાઈ વામજા ગલકોટડી સહિત યજમાનોને પૂજા વિધિ નો પ્રારંભ કરાવેલ ત્યારબાદ સભાખંડ ખાતે પરમ પૂજ્ય પ્રભુ શરણાનંદજી હળવદના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રજત જયંતિ મહોત્સવ ને ખુલ્લો મુકવામાં આવેલ આ તકે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ધામત કાર્યક્રમના ચેરમેન વજુભાઈ ગોલ મનસુખભાઈ ગાંગડીયા વિનુભાઈ એસ ધામત સહિતના અને સમગ્ર કડવા પાટીદાર સમાજના લોકો અને વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો અને મહાનુભાવો રાજકીય સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને લીલીયા સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ નો લાભ પણ લીધો હતો રજત જયંતિ મહોત્સવમાં મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ ની રૂપરેખા અલોકિક 21 કુંડી યજ્ઞ સભાખંડમાં એક સાથે 30 હજાર લોકો બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા આનંદ મેળો બાળ નગર ભોજનશાળા જેમાં બહેનો ભાઈઓ માટેની અલગ અલગ વ્યવસ્થા વિવિધ ચીઝ વસ્તુઓના સ્ટોલ આરોગ્ય સેવા પોલીસતંત્ર રાઉન્ડ ધ કલોક જન સંપર્ક કાર્યાલય 2000 ઉપરાંત સ્વયંસેવકો 500 બહેનોની ટીમ ખડે પગે જેવી વિવિધ આ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સુવિધાઓ ની વ્યવસ્થા પણ કરવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


