લીલીયા મોટા ના જલારામ મંદિર ખાતે લીલીયા મોટા તાલુકા ભાજપ કારોબારીની બેઠક મળેલ જેમાં અલગ અલગ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા આ કારોબારી મિટિંગમાં વિશેષ ઉપસ્થિતિ અહી ના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિ રહી આ તાલુકા ભાજપ કારોબારી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુ ભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીના માતૃશ્રી નું નિધન થતા બે મિનિટ મોનપાલી કારોબારી દ્વારા શ્રદ્ધાંજલિ અપાય ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો સૂચનાઓ અને અલગ અલગ યોજનાઓ વિશે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ તેમજ પ્રભારી મંત્રી મગનભાઈ કાનાણી સહિતના જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સેલ મોરચાના હોદ્દેદારો સરપંચો પાર્ટી ના પદાધિકારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


