લીલીયા મોટા ખાતે શેત્રુંજી વાઇલ્ડ લાઇફ કચેરી ખાતે તારીખ 10 જાન્યુઆરીથી તારીખ 20 જાન્યુઆરી સુધી ચાલનારા કરુણા અભિયાન ના રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ઘાટક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી ના વરદસ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ આ તકે સ્થાનિક આર એફ ઓ ગેલાણી એ ધારાસભ્ય સહિત ના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત આવતી માહિતી આપી અભિયાન અંતર્ગત ઘાયલ પશુ પક્ષી ઓ ને બચાવવા હેલ્પ લાઈન નંબર 1962 અને whatsapp નંબર 83 2000 2000 નો સંપર્ક કરવા અપીલ કરી હતી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા કામગીરી બિરદાવવા માં આવી હતી આ તકે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ ભીખાભાઈ ધોરાજીયા બાબુભાઈ ધામત ચતુરભાઈ કાકડીયા લીલીયા સરપંચ જીવનભાઈ વોરા તાલુકા પંચાયત સદસ્યો સેલ મોરચાના હોદેદારો સહિતના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


