અત્રેની કચેરીના નિયત્રણ તળેની લીલીયા ઘટકની લીલીયાનાં લીલીયા
સેજાના કેન્દ્ર પર સીડીપીઓશ્રી મુખ્ય સેવિકા એન એનબએમ અને પાપા પગલીની હાજરીમાં કિશોરીઓ માટે મિલેટ મેળાનું આયોજન કરવામાં આવેલ. કિશોરીઓના શ્રેષ્ઠ ઘડતર માટે પોષ્ટિક આહાર સૌથી પાયાની જરૂરીયાત છે, પોષણ માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મિલેટ, (આખા ધાન્ય) ને ભારત સરકાર દ્વારા “શ્રી અન્ન” નામ આપવામાં આવ્યું છે. જેમાં બાજરી, જુઆર, કાંગ, ચેનો, સામો, રાજગરો, રાગી, કોદરી જેવા ધાનનો સમાવેશ થાય છે. સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ મિલેટ માંથી વિવિધ વાનગી બનાવી તેનું પોષણ અને આરોગ્ય માટે મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ ધાન્ય માંથી રંગોળી બનાવી હતી જે લાભાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


