લીલીયા મોટા ના ગોઢાવદર ગામે એસપી શ્રી હિમકરસિંહ સાહેબ ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર તેમજ કમાન્ડ કંટ્રોલરૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં એ એમ પી આર ઉચ્ચ ક્વોલિટી ના 60 CC TV કેમેરા ગામ ના દાતા ઓ અને નાગરિકો દ્વારા લગાવવા માં આવેલ અને ગામ ને સુરક્ષિત કરવા માં આવેલ આવી સુંદર કામગીરી ની એસ પી શ્રી દ્વારા સરાહના કરવા માં આવેલ વધુ માં એસ પી હીમકરસિંહ સાહેબ દ્વારા લોક દરબાર ના મધ્યમથી લોકોને લોભ લાલચ વાળી જાહેરાતોથી અને સાઇબર ક્રાઇમ થી બચવા તેમજ ગામ રક્ષા માટે CC TV કેમેરા લગાવવા અપીલ કરાઈ આ તકે એસ પી શ્રી તેમજ DYSP ભંડારી સાહેબ નું ગામ ના લોકો તેમજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ ભાઈ દૂધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી લીલીયા સરપંચ જીવનભાઈ વોરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીન સોની તેમજ ગોઢાવદર ગામના સરપંચ શૈલેષભાઈ ગજેરા દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ આ તકે ગોઢાવદર ગામના આગેવાનો રોનક ગજેરા સુરેશભાઈ ધનસુખભાઈ નારોલા ભરતભાઈ વિંઝુડા સુરેશ ભાઈ ગજેરા વિપુલભાઈ વિજય ગજેરા સહિત ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ ત્યાર બાદ લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે 2023 વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ ચકાસણી નોંધ એસ પી શ્રી હીમકરસિંહ દ્વારા કરવા માં આવેલ તેમજ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ જીવન ભાઈ વોરા ના સૌજન્યથી બનાવવામાં આવેલ ઇનવે હોલનું વિધિવત રીતે લોકાર્પણ કરવા માં આવેલ અને પોલીસ દરબાર વિગેરે કાર્યક્રમો યોજવા માં આવેલ આ તકે DYSP જગદીશ ભંડારી લીલીયા PSI એસ આર ગોહિલ PSI એમ ડી ગોહિલ સહિત ના પોલીસ કર્મી ઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


