લીલીયા મહાલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી ને પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે અમારી સંસ્થા સંચાલિત શ્રી અમૃતબા વિદ્યાલય અને શાળાના આચાર્યશ્રી એસ એમ કરડની છબી ને નુકસાન પહોંચાડનાર પેપર ચકાસણી કરનાર ડી એ પંપાણીયા અને કે.સી ભોગાયતા ની સામે શિક્ષાત્મક પગલાં ભરવા બાબત રજૂઆત કરવામાં આવેલ છે કે ઉપર જણાવ્યા અનુસંધાને જણાવવાનું કે અમારી સંસ્થા સંચાલિત શ્રી અમૃતબા વિદ્યાલયમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા માર્ચ 2023 ના પેપરો મૂલ્યાંકન કામગીરી ફાળવણી કરવામાં આવેલ છે જેનું શાળા આચાર્ય અને સ્થાનિક નિયામક શ્રી એસ.એમ કરડ ની સિદ્ધિ નજર તળે સંતોષકારક કામગીરી નીતિ નિયમ મુજબ પ્રમાણે ચાલી રહી છે તેવા સમયે આ કામગીરીમાં રોકાયેલા રાજુલા ની જે એમ સંઘવી હાઈસ્કૂલના શિક્ષક ડી એ પંપાણીયા સમગ્ર કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવા આચાર્ય અને સ્થાનિક નિયામક ઓફિસમાં જઈ મારે આગામી તારીખ 15/4/ 2023 ના રોજ અંગત કામકાજ હોવાથી રજા પર જવું છે અને મારા પેપર સાથી શિક્ષક જોઈ નાખશે હું શાળામાં ઓન પેપર રજા પર નહીં રહું તેમ કહેતા શાળાના આચાર્ય અને નિયામક એસ.એમ કરડે કોઈ પણ પ્રકારની કામગીરી માંથી રજા આપવાની ના કહેતા અને બોર્ડની બહોળી કામગીરી સમયસર પુરી કરવા જણાવતા શિક્ષક જે એ પંપાણીયા એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગોપનીયતાને ખરડવાનો સઘળો પ્રયાસ કરી સાથો સાથ અમારા સંચાલક મંડળ સંચાલિત શ્રી અમૃતબા વિદ્યાલય અને તેમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આચાર્ય શ્રી એસ.એમ.કરડ ની છબીને વ્યક્તિગત સ્વાર્થ ના સંતોશાતા આપ શ્રી ને અને વર્તમાન પત્રોમાં અમારી સંસ્થા ને આચાર્ય એસ એમ કરડની છબીને ખૂબ જ નુકસાન થાય તેવા હિનપ્રયાસો કરેલ છે તેવા ડી એ પંપાણીયા શિક્ષક જે એ સંઘવી રાજુલા સામે જરૂરી કાર્યવાહી કરવા આપ સાહેબને વિનંતી સહ અરજ છે ડી એ પંપાણીયા એ અમારી શાળા અને આચાર્ય ની છબીને નુકસાન પહોંચાડવાની કામગીરી કરેલ છે તે માફી પાત્ર નથી અને આ ગેર પ્રવૃતિમાં પ્રોત્સાહન પૂરું પાડનાર શિક્ષક અને માધ્યમિક શિક્ષક સંઘના મીડિયા કન્વીનર કે સી ભોગાયતા જેવોને ઉચ્ચતર માધ્યમિક સંઘ સાથે કોઈ પ્રકારના સંબંધ ન હોવા છતાં માત્ર અને માત્ર અમારી શાળા અને આચાર્યને બદનામ કરવા અને છબીને નુકસાન પહોંચાડવા સોશિયલ મીડિયામાં બિન અધિકૃત રીતે ગેર કાનૂની ગણી શકાય તેવા સમાચારો પ્રસિદ્ધ કરવા અને ફેલાવો કરવા પ્રયાસ કરેલ છે તેવા સમયે કે સી ભોગાયતા માધ્યમિક શિક્ષણ સંઘ મીડિયા ઇન્ચાર્જ સામે કડક પગલાં ભરવા અમારી નમ્ર અરજ છે આવી જ રીતે વર્તમાન સમયમાં પેપર મૂલ્યાંકન કામગીરીને નુકસાન પહોંચાડવા કોઈ લેવાદેવા નથી તેવા પ્રકારના મુદ્દા ઉભા કરી જેવા કે ઉચ્ચતર માધ્યમિક સંઘના મહામંત્રી નિલેશ કોડડિયાં પેપર મૂલ્યાંકન કામગીરી 2020 શિક્ષકો પ્રશ્નોને લઈ મોબાઈલ ફોન કરી નિયામકની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરેલ આ પ્રશ્ને શ્રી અમૃતબા વિદ્યાલય આચાર્યશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત રજૂઆત કરેલ તે અંગે વર્તમાન સમયમાં તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી અને શિક્ષાત્મક કામગીરી આપ સાહેબને કરવા વિનંતી છે ઉપરકોત કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી માંગણી છે અને અમારી શાળા અને શાળા આચાર્યની છબીને નુકસાન પહોંચાડનાર જવાબદાર શિક્ષકો સામે જરૂર પડશે તો કાનૂની પગલા ભરવામાં આવશે જે આપ સાહેબને જણાવવામાં આવેલ છે તેવું લીલીયા મહાલ કેળવણી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા