ધોળા ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને મહુવા – ભાવનગર પેસેન્જર ટ્રેન લીલીયા પર આવી હતી અને આગળ જવા માટે રદ કરવામાં આવી હતી ત્યારે સાંસદ નારણભાઇ કાછડિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સૂચના થી પેસેન્જરો માટે નાસ્તો અને પાણી ની વ્યવસ્થા કરવા માં આવી હતી.અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે જો ટ્રેન ઢસા સુધી જાય તો મોટા ભાગ ના પેસેન્જરો ને ખૂબ સરળતા થી પોત પોતાના સ્થળે પહોંચી શકે તો ત્યાં હાજર તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માં ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઇ ધોરાજીયા એ આ વિસ્તાર ના 108 સાંસદ ને વાસ્તવિક પરિસ્થિતિ ની જાણ કરી કે તરત જ સાંસદે રેલવે વિભાગ સાથે વાત કરી જે ટ્રેન કેન્સલ થઈ હતી તેને ઢસા સુધી રવાના કરવામાં આવી હતી આ તકે ઘનશ્યામ મેઘાણી પ્રકાશ ડાભી ઈમરાન પઠાણ સહિત ના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞ માં જોડાયા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


