લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજી મંદિર ના 25 વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારે ચાર દિવસીય રજત જયંતિ મહોત્સવ ઉમિયા ધામ ખાતે આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સવારથી પ્રથમ સેશન નું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સન્માન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી ત્યારબાદ રજત જયંતિ મહોત્સવ સમિતિના ચેરમેન વજુભાઈ ગોલ અને બાબુભાઈ ધામત સહિત સહયોગી દાતાઓ ના આર્થિક યોગદાનથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની રજત તુલા કરી વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા જેવી કાકડિયા કડવા પાટીદાર સમાજના મોભી આર સી પટેલ ચીમનભાઈ સાપરિયા મનસુખભાઈ વામજા વસંતભાઈ ગજેરા ઠાકરશીભાઈ મેતલીયા ચુનીભાઇ ભરવાડીયા મનસુખભાઈ પાલ સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રૂપાલા સહિત ઇફકોના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણી શિક્ષણ મંત્રી પ્રફુલ ભાઈ પાનસુરીયા સહિત સમાજના આગેવાનો દ્વારા પ્રસંગિક પ્રવચન આપેલ આ તકે સમાજના ઉત્કર્ષ માટે શીખ આપવા માં આવેલ આ પ્રસંગે બ્રાઝિલ થી લાવ્યું ના પરિવાર જનો ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમના અંતે રજત જયંતિ મહોત્સવ ના કન્વીનર વજુભાઈ ગોલે આભાર વિધિ કરેલ તેમજ રાત્રિ એ રાજ ભા ગઢવી દ્વારા ડાયરા માં રમજટ બોલાવેલ અને સાથે હિતેશ અંટાળા દ્વારા લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધેલ આ ડાયરા માં કેન્દ્રીય મંત્રી રૂપાલા તેમજ ઇફ્કો ના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણી મુકેશ ભાઈ સંઘાણી અશ્વિન ભાઈ સાવલિયા પ્રવીણ ભાઈ સાવજ સહિત રાજકીય આગેવાનો દાતા ઓ ઉધોગપતિ ઓ હાજર રહી ડાયરા ની મોજ માણી હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


