આટલું કરોઃ
રેડિયો સાંભળો,ટી.વી.જુઓ, હવામાન અંગે ના સ્થાનીક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષે ની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઊનલોડ કરો.તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણ માં પાણી પીવો.
વાઈ,હ્રદય,કીડની કે યકૃત સંબંધી બીમારી થી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય.તેમણે તેમજ જેમના શરીર માં થી પ્રવાહી નો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી.
શરીર માં પ્રવાહી ની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી,લીંબૂ પાણી,ભાત નૂં ઓસામણ,નારિયેળ પાણી વગેરે નો ઊપયોગ કરો.વજન તેમજ રંગ માં હળવા પ્રકાર ના સુતરાઉ વસ્ત્રો પહેરો જો તમે ધર ની બહાર હોવ તો,માથા નો ભાગ કપડાં,છત્રી કે ટોપી થી ઢાંકી રાખો.આંખો ના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચા ના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.પ્રાથમિક સારવાર માટે ની તાલીમ લો બાળકો,વૃધ્ધો,બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લો.
કામદાર અને નોકરીદાતા માટે:
કાર્ય ના સ્થળે પીવા ના ઠંડા પાણી ની વ્યવસ્થા કરો.તમામ કામદાર માટે આરામ ની વ્યવસ્થા,શુધ્ધ પાણી,છાશ,ઓ.આર.એસ,બરફ ના પેક પ્રાથમિક સારવાર પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થીતી ને ટાળો.સખત મહેનત નુ કામ દિવસ ના ઠંડા સમયે ગોઠવો.
બહાર ની પ્રવ્રુતિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારો.જે કામદાર વધૂ ગરમી વાળા વિસ્તાર માં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપો,સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કમદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારો ને હીટ વેવ એલેર્ટ વિષે માહીતગાર કરો શક્ય હોય ત્યાં સુધી ઘર માં જ રહો. ઘર ગથ્થુ ઉપાય જેવાકે કાચી કેરી સાથે ડુંગળી નું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખા નો ઉપયોગ કરો,ઢીલા કપડાં પહેરો અને ઠંડા પાણી થી વારંવાર સ્નાન કરો.
આપના કાર્યાલય ક્ર રહેઠાણ ના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસ ને પાણી પીવડાવો. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહાર ના સાધનો નો ઉપયોગ કરો આને લીધે ગ્લોબલ વોર્મીંગ અને ગરમી નું પ્રમાણ ઘટશે. સૂકાં પાંદડા, ખેતી નો કે અન્ય કચરો બાળશો નહીં. પાણી નાં સ્રોત નું રક્ષણ કરો અને વરસાદી પાણી ના સંચય ની વ્યવસ્થા અપનાવો.ઊર્જા કાર્યદક્ષ સાધનો,શુદ્ધ બળતણ અને ઊર્જા ના વૈલ્પીક સ્ત્રોત નો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘર નાકોઇ સદસ્ય ને કહો કે તમને તબીબ પાસે લઇ જાય.
ઘર ને શીતળ રાખવા માટેઃ
ઘર ની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘર માં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કુલ રુફ ટેકનોલોજી હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો કૂલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો. સૂકા ધાંસ ની ગંજી છત પર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘર ની બારીઓ ઉપર સૂર્યપ્રકાશ ને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઈલ કવર વાળા પૂંઠા લગાવો.ઘેરા રંગ ના પડદા બારીઓ ને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે જ બારીઓ ખોલો. બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો.લીલા રંગ ના છાપરા,ઇન્ડોર છોડ મકાન ને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને એયર કંડીશનર નો ઉપયોગ ઘટાડે છે અને તેમાંથી બહર નીકળતી વધારા ની ગરમી ને ઓછી રાખે છે. એયર કંડીશનર નું તાપમાન ૨૪ ડીગ્રી કે તેના થી વધુ રાખો.આને કારણે તમારું વિજળી નું બિલ્ ઓછુ કરસે અને સાથે તમારી સ્વસ્થતા નું પણ ધ્યાન રાખશે. નવા ધર ના બાંધકામ વખતે રાબેતા મુજબ ની દીવાલ ને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજી નો ઉપયોગ કરો. જાડી દીવાલ નું ચણતર કરો,જે ઘર ને અંદર થી ઠંડુ રાખશે. નીચે થી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમી ને રોકસે અને વધુ હવા ને પસ્સર થવા દેશે.દીવાલ ને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો. બાંધકામ પૂર્વે મકાન બાંધકામ ના નિષ્ણાંત ની સલાહ લો.
લૂ લાગેલ વ્યક્તી ની સારવારઃ
ભીના કપડાં નો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.શરીર માં પાણી નું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહી આપો વ્યક્તી ને તાત્કાલીક નજીક ના સ્વાસ્થય કેંદ્ર ઊપર લઈ જાવ. • જો શરીર નું તાપમાન એક્થારૂ વધતું હોય,માથા નો અસહ્ય દુખાવો હોય,ચક્કર આવતા હોય,નબળાઇ હોય,ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલીક એમ્બ્યુલંસ બોલાવો.
આટલું ન કરો.
બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકા માં ન જાવ જ્યારે તમે બપોર ના સમયે બહર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતી ન કરો.ઉધાડા પગે બહર ન જવઆ સમયે રસોઇ ન કરો.રસોડા માં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો.શરીર માં થી પાણી નું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ,ચા,કોફી,સોફ્ટ ડ્રિંક્સ D ન લો.પ્રોટીન ની વધુ માત્રા વાળા,મસાલેદાર,તળેલા,વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો. પાર્ક્સ વેહિકલ માં પાળતુ પ્રાણી કે બાળકો ને એકલા ન રાખો.વધારે પડતી રોશની વાળા વિજળી ના બલ્બ નો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર,કે બીજા ઊપકરણ ને બંધ રાખો.
કૃષી વિષયકઃ
આટલું કરો.
ઊભા પાક ને હળવું તેમજ વારંવાર સિંચન કરો.પાક વિકાસ ની મહત્વ ના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો. નિંદામણ કરી ને જમીન ના ભેજ નું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઇ કરો.જો તમારો વિસ્તાર હીટ વેવ કે લૂ ફૂંકાતા પવન માં આવતો હોય તો સ્પ્રિંકલર થી સિંચાઇ કરો.
પશુપાલન
આટલું કરો.
પશુ ઓ ને છાયડા માં રાખો અને તેમને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણ માં આપો.તેમની પાસે થી સવાર ના ૧૧ વાગ્યા થી બપોર ના ૪ વાગ્યા સુધી કામ ના લો. આશ્રય સ્થાન નું તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ધાંસ ની ગંજી થી ઢાંકો. અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાન માં પંખા લગાવો,પાણી નો છંટકાવ કરો કે ફોગર્સ લગાવો.બહુ જ ગરમી હોય તેવા સંજોગો મા પાણી નો છંટકાવ કરો અથવા પશુ ને પાણી ના હવાડા નજીક લઈ જાવડઅહાર માં તેમને લીલો ચારો આપો .પ્રોટીન્ચરબી વગર નો આહાર આપો.ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ. મરધા ઊછેર કેંદ્ર મા પડદા લગાવો અને હવાઊજાસ ની યોગ્ય વ્યવસ્થા કરો.
આટલું ન કરો.
બપોર ના સમયે પશુ ઓ ને ચરવા ન લઇ જાવ.
