ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીવોચ નાકાબંધીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી હકીકત મળેલ જે આધારે પ્રોહી વોચ નાકાબંધી કરી મધ્યપ્રદેશ રાજ્યમાંથી જંગલના માર્ગૅ ચોરી છુપી રીતે ગુજરાતમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ત્રણ મોટર સાયકલો તથા અન્ય સાધનો સાથે ઝડપી પાડી કુલ કિ.રૂ.૧,૮૦,૯૩૬/- ના મુદ્દામાલ પકડી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


