Gujarat

લોકોના પ્રશ્નો તેમજ રજુઆતો ધ્યાને લઈ તે પરત્વે જ જરૂરી કાર્યવાહી હાથ ધરતા મંત્રીશ્રી

કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી
રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીએ
લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ
નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે
છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા
રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે
તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત
કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *