Gujarat

લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા અને અકસ્માતો નિવારવાના ઉદ્દેશ્યથી આજથી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો.  

10 વર્ષમાં અકસ્માતોની સંખ્યા 50 ટકા ઘટાડવાના લક્ષ સાથે સરકાર દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા અને અકસ્માતો નિવારવાના ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને RTO કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023નો શુભારંભ કરવામાં આવ્યો છે, શુભારંભ કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા મહામંત્રી પ્રો.શંકરભાઇ રાઠવા સહિત જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા,ARTO એ આઈ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણી તેમજ પોલીસ અને RTO ઇન્સ્પેકટર ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને MLA સહિત મહાનુભાવોએ ટ્રાફિક જાગૃતિ અંગે સંવેદનસભર વક્તવ્ય સાથે સમજ આપી હતી,જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે જિલ્લામાં થયેલા અકસ્માતના બનાવોના પ્રાપ્ત આંકડા મુજબ વર્ષ 2021માં કુલ 201 અકસ્માતના ગુનાઓ નોંધાયા હતા જ્યારે વર્ષ 2022 માં 193 અકસ્માત નોંધાયા છે ,એટલેકે ટ્રાફિક જાગૃતિને લઈ અકસ્માતના પ્રમાણમાં આંશિક ઘટાડો  નોંધાયો છે, વર્ષ 2022 માં જિલ્લામાં કુલ 125 લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે અકસ્માત નિવારવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા હેતુસર આયોજિત  ટ્રાફિક રેલીને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કારવ્યુ હતું અને સપ્તાહ દરમિયાન પણ ટ્રાફિક નિયમન વિશેની પત્રિકાઓની વહેંચણી,રેડિયમ પટ્ટી લગાવવા સહિત વાહન ચાલકોના સ્વાસ્થ્યની તપાસણી અને PUC ના કેમ્પ ઉપરાંત શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230111-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *