Gujarat

લોક અભિયાન સમા સ્વાગત કાર્યક્રમમાં પીએમઓથી વડાપ્રધાન, ગાંધીનગરથી મુખ્યમંત્રી અને તમામ જીલ્લામાંથી જીલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી જોડાયા.

છોટાઉદેપુરના જીલ્લા કલેકટર અને ડીડીઓ સેવા સદનના વીસી હોલથી રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોડાયા.

રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્વય પ્રતિ માસના ચોથા ગુરુવારે મુલાકાતીને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂમાં કે વિડીઓ કોન્ફરન્સિંગથી ચર્ચા વિચારણા કરી જનતાના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે જરૂરી સૂચનો કરે છે. આવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે રાજ્ય સ્વાગતમાં વર્ચુઅલ માધ્યમથી સ્વાગતના જનક અને માર્ગદર્શક એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમઓથી જોડાયા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને તમામ જીલ્લાના કલેકટર અને પોલીસ વડા તેમજ તમામ અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા. છોટાઉદેપુર જીલ્લામાં જીલ્લા સેવા સદનમાં વિડીયો કોન્ફરન્સ હોલમાં કલેકટર સ્તુતિ ચારણ, ડીડીઓ ગંગાસિંહ, અધિક. નિવાસી કલેકટર આરકે ભગોરા, પ્રાંત અધિકારી ચક્રવર્તી, અને નાયબ કલેકટર ગામીત તેમજ જીલ્લા પોલીસ વડાના પ્રતિનિધિ આ તમામ રાજ્ય સ્વાગત પ્રોગ્રામમાં જોડાયા હતા.
બે દાયકા પહેલા શરુ થયેલા સ્વાગત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરંસના માધ્યમથી વડાપ્રધાને દિલ્હીથી જુના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમને આટલી સફળતા બદલ વડાપ્રધાને તમામ અધિકારીઓ, મુખ્યમંત્રી અને લાભાર્થીઓનો ખુબ આભાર માન્યો હતો. વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે એક બીજ રૂપે શરુ થયેલો આ પ્રયોગ આજે વટવૃક્ષ બનીને સફળતાના શિખરો સર કરે છે. આ ફક્ત સરકારની ઉપલબ્ધિ નથી પરંતુ આ કાર્યક્રમના સૌથી મોટા સાક્ષી દરેક લાભાર્થીઓ છે. આ સ્વાગતમાં આવેલા પ્રશ્નો માંથી ૯૯.૯૧% જેટલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવવાનો રેકોર્ડ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1682615973470.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *