વિરોધપક્ષની ભૂમિકા બજાવતા હોવાનો કોંગ્રેસી કાર્યકરોએ કર્યો આક્ષેપ….
વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી ની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સંદર્ભે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરાયેલ હતી. જ્યારે ચૂંટાયેલા સદસ્યોએ બોર્ડમાં ઠરાવ કરી આ વિવાદાસ્પદ ચીફ ઓફિસરની બદલી કરવા માંગ કરી હતી. જે સંદર્ભે આજરોજ વિવાદાસ્પદ ચીફ ઓફિસર મયુર જોશી ની બદલી થઈ જતા કોંગ્રેસી હોદ્દેદારો અને નગરપાલિકા નાં માજી કોંગી સદસ્યો દ્વારા નગરપાલિકા કચેરી પાસે ફટાકડા ફોડી આતસબાજી કરી હતી, છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી આ ચીફ ઓફિસરને બદલવાની માંગ કરી હતી જે માંગણી આજરોજ સંતોષાતા વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ, નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સિરાજ વાજા, તોસીફ અઝીઝ, નાસીર બુખારી,રિપેશ બારીયા, ઇમરાન સોખડા, હેમંત વાણવી,મયુર ટીલવા સહિતના હોદ્દેદારો એ નગરપાલિકા કચેરી ચોકમાં ફટાકડા ફોડી બદલીને આવકારી હતી
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


