સાંસદ રમેશભાઈ ધડુક રહ્યા ખાસ ઉપસ્થિત….
જુનાગઢ જિલ્લાના વંથલી નજીક ખોખરડા ફાટક સ્થિત સાવજ દૂધ સંઘના પટ્ટાગણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાલુકા અને શહેર ભાજપ દ્વારા આયોજિત “સહકાર સંમેલન”વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક, સાવજ દૂધ સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી વી.ડી કરડાણી, જિલ્લા પંચાયતના સદસ્ય અરજણભાઈ દીવરાણીયા, મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયતના પ્રમુખ કેસુરભાઇ મેતર, ઉપપ્રમુખ મનોજભાઈ ઠુંમર, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ મેંદપરા, શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા સહિત સહકારી સંસ્થાઓના ડિરેક્ટરો, ગ્રામ પંચાયતના સરપંચો, સહકારી મંડળીઓના પ્રમુખો સભ્યો સહિત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


