પોલીસ સાથે સંકલન માં રહી ટ્રાફિક સહિત ની સમસ્યાઓ ઉકેલવા કરાય તાકીદ
વંથલી શહેર માં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકો સાથે વંથલી પોલીસ સ્ટેશન નાં પી.એસ.આઇ મકવાણા દ્વારા સમિક્ષા બેઠક કરી સંવેદનાપુર્વક નિખાલસ ભાવે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસને રીક્ષા ચાલકો કઈ રીતે મદદરૂપ બની શકે તે વિશે પણ પી.એસ.આઇ મકવાણા દ્વારા માહિતગાર કરાયા હતા. ઉપરાંત ડ્રાઇવરોના પ્રશ્નો, ટ્રાફિક સમસ્યા સહિત અનેક મુદ્દે ચર્ચાઓ કરી પોલીસ સાથે સંકલન માં રહી સમસ્યાઓ નાં નિકાલ સંબંધે સહાનુભૂતિ પુર્વક ચર્ચાઓ થઈ હતી,પોલીસ જોઈ રફુચક્કર થઈ જતાં ડ્રાઇવરો આજે પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ સાથે નિખાલસ ભાવે ચર્ચા વિચારણા કરતા જોવા મળ્યા હતા.પીએસઆઇ મકવાણા નાં હકારાત્મક અભિગમ થી ડ્રાઇવરોમાં પણ ખુશી ની ઝલક દેખાય આવી હતી.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી