Gujarat

વંથલી શહેરમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર સંભાળવા માટે મામલતદાર,ચીફ ઓફિસર દ્વારા જોઈન્ટ વિઝીટ કરાઈ…

ઇન્સ્પેક્શન ની કામગીરી તથા ભૂગર્ભ ગટરનો ફ્લો ટેસ્ટ કરાયો
જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં ભૂગર્ભ ગટર ન સંભાળવા માટે શહેરીજનો તથા સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવેલ છે તેમજ આ ભૂગર્ભ ગટર સંભાળવાનો ઇસ્યુ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે જેને લઇ આજરોજ પોલીસ પ્રોટેશન સાથે ભૂગર્ભ ગટર સંભાળવા માટે વંથલી મામલતદાર અને નગરપાલિકા વહીવટદાર ડી.જે જાડેજા, મહિલા ચીફ ઓફિસર ચાવડા,આર.સી.એમ કચેરી ભાવનગર ઝોનના પ્રતિનિધિ અને આ કામની એજન્સી ની હાજરીમાં ઇન્સ્પેક્શનની કામગીરી તથા ભૂગર્ભ ગટરનો ફ્લો ટેસ્ટ કરાયો હતો.ત્યારે વંથલી શહેર ભાજપ પ્રમુખ વંથલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કમલેશભાઈ કુકરેજા, યાસીનભાઈ અગવાન સહિત સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230607_214126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *