જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી…
જુનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ,ગોરક્ષક દળ ના ઉપક્રમે હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.વંથલી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભાણાવાવ રામ મંદિરથી વંથલી ગુરુકુળના કોઠારી પ્રેમ સ્વામી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બપોર બાદ નીકળેલ ભવ્ય શોભાયાત્રા માં શહેરના વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા. પટેલ ચોક આઝાદ ચોક સહિતના શોભાયાત્રાના રૂટ પર ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો શહેરના હાર્ડસમાં એવા મેમણ પ્લાઝા ચોક માં ચેવડો અને પેંડા ની લાહણી કરવામાં આવી હતી.વધુમા સાંજે 7:30 વાગ્યે ભાણાવાવ રામ મંદિર ખાતે મહાઆરતીનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાઓને હાજરી આપવા આહવાન કરાયું હતું
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


