Gujarat

વંથલી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું….

11 દુલ્હા દુલ્હને નીકાહ પઢી પવિત્ર બંધનમાં બંધાયા
વંથલી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હન મુસ્લિમ રીત રિવાજ મુજબ નીકાહ પઢી પવિત્ર બંધનમાં બંધાયા હતા.આ શુભ ઘડીના સાક્ષી બનવા પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક,માણાવદર  વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સોરઠ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,હાજી મોહમ્મદ હાસમી મિયાં ઉર્ફે પીર બાપુ ઉનાવાડા,રઉફ બાપુ સીરાજી,મુસ્તુફા બાપુ ફકીર,મોલાના મસૂદ મુનશી,મુસ્લિમ એકતા મંચ નાં અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ, ભારતિય યુવા જન એકતા પાર્ટી નાં અધ્યક્ષ અંકિત શાહ,મુસ્લિમ અગ્રણીઓ રજબ ફકીર, રહીમશા સર્વદી,સાજીદ બોઘરા,મુફ્તી હનીફ સાહેબ, હારુંન સાહ સર્વદી,મહિલા અગ્રણીઓ શિલ્પા ટાંક,શારદા બેન કથીરીયા, ટિંકુબેન ભટ્ટ  સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા દુલ્હનને દુવાઓ આશીર્વાદ પાઠવ્યા હતા.અને સમુહ લગ્ન આયોજક ટીમ ને મુબારક પાઠવી સમાજ ઉપયોગી કાર્ય ને બિરદાવેલ હતા, નીકાહ બાદ જમણવાર રાખવામાં આવેલ,અને તમામ દુલ્હનનો ને જીવન જરૂરિયાત કરિયાવર માં 111 જેટલી આઇટમો આપવામાં આવેલ હતી.આ આયોજન ને સફળ બનાવવા સંસ્થા નાં પ્રમુખ ઈરફાન શાહ સોહરવર્દી, અશરફ ડામર, રફીકશા સર્વદી, અફઝલમિયા મટારી, અયુબશા સર્વદી, રહેમાનશા સર્વદી સહિત નાં હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230519_202657.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *