વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ તારીખ ૩૦/૪/૨૦૨૩ ના રવિવારના રોજ સવારે ૧૧- કલાકે પ્રસારિત થનાર છે. આ કાર્યક્રમના સીધા પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા શ્રી આલ્ફા વિદ્યા સંકુલ વડાલ ખાતે કરવામાં આવી છે. જેથી જૂનાગઢની જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.