Gujarat

વડોદરામાં કૂતરું પાછળ દોડતાં બાઇક ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાતાં યુવાન ઇજાગ્રસ્ત થયો

વડોદરા
વડોદરાના જુનીગઢી વિસ્તારમાં આવેલી ભદ્ર કચેરી પાસે બાઇક ચાલકની પાછળ રખડતો શ્વાન પાછળ પડ્યો હતો. જેથી ડરી ગયેલા યુવાનને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. જેથી તેને માથાના ભાગે, પાંસળીઓ અને ખભાના ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગઈ હતી. વડોદરા શહેરમાં રખડતા પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. રોજેરોજ ગાય અને કૂતરાની અડફેટે લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકો જીવ પણ ગુમાવી ચુક્યા છે, ત્યારે વડોદરા શહેરના જુનીગઢી વિસ્તારમાં કૂતરાએ પાછળ દોટ મૂકતા પરેશ જીંગર નામનો બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *