વડોદરા
ગુજરાતમાં વર્ષો બાદ કાતિલ ઠંડી જાેવા મળી છે. આવામાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ખુલ્લામાં તાપણું કરવામાં વાંધો નથી, પરંતુ લોકો હવે ઘરને ગરમ કરવા માટે ઘરમાં જ તાપણું કરી રહ્યાં છે. ત્યારે ઘરમા કરાતા તાપણાં કેટલા જાેખમી છે તે જાણો. વડોદરામાં દશરથમાં ઘરમાં તાપણું કરી સુઈ ગયેલા દંપતીનું મોત નિપજ્યું છે. ધુમાડાથી રૂમમાં કાર્બન મોનોકસાઈડ ફેલાતા દંપતીનું મોત નિપજ્યું છે. વડોદરાનું દંપતી ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કોલસાની સગડી સળગાવી સૂઈ ગયું હતું. દશરથની કૃષ્ણવિલા સોસાયટીના ૮૮ નંબરના મકાનમાં આ બનાવ બન્યો હતો. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીનું મોત થયું નિપજ્યું છે. તેમના પુત્ર હાર્દિકે ઘરનો દરવાજાે ખોલતા માતા પિતા મૃત હાલતમાં મળી આવ્યાં હતા. ત્યારે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું શું તમે જાણો છો આ તાપણું કરવાથી સ્વાસ્થયને કેટલું નુકસાન થાય છે. જાે તમે નથી જાણતા તો તમારે જાણવું જરૂરી છે આ ગંભીર બિમારી વિશે. જાે તમે ઠંડીથી બચવા તાપણું કરો છો તો તેનાથી પૂરતું અંતર રાખો. બીજા રૂમમાં સ્ટવ અથવા હીટર રાખવાનું ટાળો. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.