Gujarat

વડોદરામાં જીએસટી કૌભાંડ કેસમાં વધુ બેની ધરપકડ

વડોદરા
વડોદરામાં ૧ કરોડથી વધુની ય્જી્‌ ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે યાસીન મગરબી અરબ અને અક્રમ અત્યાન અરબની ધરપકડ કરી છે. ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજાે મેળવ્યો છે. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે. જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરી જીએસટી નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.જેના આધારે ખોટી ય્જી્‌ વેરા શાખ મેળવી/ક્લેઇમ કરી સરકારની તીજાેરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી ગુનો કર્યો હતો. આ તપાસ દરમ્યાન આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસનો ખરા ઇનવોઇસ તરીકે ઉપયોગ કર્યો હતો. જેના આધારે જય બજરંગ એલોઈજ એન્ડ પાઈપ્સ પ્રા.લી.મી. કંપની વાઘોડીયા રોડ, વડોદરા શહેરના પ્રોપરાઇટર-નરીંગાભાઇ ઉર્ફે નરેશ લવજીભાઇ મોદી લાંબા સમયની શોધખોળ ને અંતે પોલીસની પકડમાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *