વડોદરા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા મોડા આવનારને પરીક્ષા આપવા દેવામાં આવે નહીં, તેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે વડોદરામાં ૩૫ મિનીટ મોડા પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થિનીને સ્કૂલ સંચાલકો દ્વારા પરીક્ષા આપવા ન દેતા વિદ્યાર્થિની નિરાશ થઈ ગઈ હતી અને રડી પડી હતી. વિદ્યાર્થિનીના વાલી દ્વારા વ્હીકલ બગડી ગયું હોવાનું કારણ રજૂ કરવા છતાં સ્કૂલ દ્વારા ડી.ઇ.ઓ. કચેરીનો અભિપ્રાય મેળવ્યા બાદ નિયમનું પાલન કર્યું હતું.


