Gujarat

વડોદરામાં યુવતીએ સાસરીયા સામે તેમજ પતિના પર-સ્ત્રી સબંધો હોવા મામલે ફરિયાદ નોંધાવી

વડોદરા
વડોદરા શહેરના આજવા રોડ પર રહેલી યુવતીએ તેના અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા સાસરીયા સામે માનસિક ત્રાસ, દહેજની માંગણી તેમજ પતિના અન્ય સ્ત્રી સબંધો હોવા મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા આજવા રોડ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન નવેમ્બર ૨૦૦૮માં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ ઇદરીશભાઇ સબ્બરભાઇ ખોખાવાલા (રહે. રેહનુમા સોસાયટી, એફ.ડી.હાઇસ્કૂલ પાસે, જુહાપુરા) સાથે જ્ઞાતિના રિવાજ અનુસાર થયા હતા. લગ્નના ૧૫ દિવસ બાદ પરિણીતાને સાસુ બિલ્કીશ બાનુ અને સસરા સબ્બરભાઇ નાની નાની વાતોમાં કોઇને કોઇ બહાને ઝઘડો કરતા હતા. લગ્ન જીવનથી પરિણીતા ગર્ભવતી થઇ હતી અને જુલાઇ ૨૦૦૯માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. આમ છતાં પતિ અને સાસરીયા મ્હેણા મારતા કે તારા પિયર પક્ષ ભિખારી છે. તુ અમારા ઘરને લાયક નથી. તને જમવાનું બનાવતા પણ આવડતું નથી કે કપડા-વાસણ કરવાનું પણ આવડતું નથી. પરંતુ પરિણીતા લગ્ન જીવન બગડે નહીં તે માટે ત્રાસ સહન કરતી રહી હતી. એપ્રિલ ૨૦૨૨માં પતિ અને સાસરીયાએ કોઇ વાંક વિના ઝઘડો કર્યો હતો અને નાની દીકરી સાથે પહેરેલા કપડે ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. જેથી પરિણીતા પિયર વડોદરા આવી ગઇ હતી. જ્યાર બાદ પતિ ફોન કરી પત્નીને અપશબ્દો કહેતો અને છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે જુદાજુદા ફોન પર કોલ કરી પરિણીતાને છૂટાછેડાની માંગણી કરતો હતો. જેથી પરિણીતાએ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જુહાપુરામાં રહેતા સાસરીયા સામે દહેજ, માનસિક ત્રાસ સહિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *