વડોદરા
શહેર નજીક વરણામા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હોટલ પર ગેરકાયદે ગન રાખી નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડને વડોદરા ગ્રામ્ય ર્જીંય્એ ઝડપી લીધો છે. વડોદરા ગ્રામ્ય સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમને બાતમી મળી હતી કે હાઇવે પર એક શખ્સ ગન લઇને જઇ રહ્યો છે. જેથી ર્જીંય્નો સ્ટાફ તાત્કાલીક હાઇવે પર દોડી ગયો હતો. જ્યાં રોડ પર જતાં શખ્સને અટકાવી તેની પાસેના હથિયાર અને લાયસન્સની માંગણી કરવામાં આવી હતી. જે તપાસતા આ હથિયારને ગુજરાતમાં વાપવાનો પરવાનો ન હતો. જેથી શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની તપાસમાં જાણવા મળ્યું હતું કે પુરનસિંહ મહેન્દ્રસિંહ યાદવ નામનો આ શખ્સ નેશનલ હાઇવે પર આવેલ હાઇવે ઇટ્સમાં હથિયારધારી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમજ મૂળ ઉત્તર પ્રદેશના શિકોહા તાલુકાના નગલા જાેરનો રહેવાસી છે. તેની પાસેથી ડબલ બેરલ બાર બોરની ગન તથા ૯ નંગ કારતૂસ મળી આવ્યા હતા. આરોપી પુરનસિંહ યાદવ પાસે આ હથિયારનું લાયન્સ માંગતા તેની પાસે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનની હદમાં જ આ ગન વાપરવાનો પરવાનો હતો. ગુજરાતમાં આ હથિયાર લઇ આવવાનો કોઇ પરવાનો ન હતો. જેથી ર્જીંય્ દ્વારા હાઇવે ઇટ્સ હોટેલમાં નોકરી કરતા ઉત્તરપ્રેદેશના રહેવાસી પુરનસિંહ યાદવની ધરપકડ કરી વરણામા પાલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાવલી વડોદરા રોડ પર આસોજ ગામની સીમમાં પરપ્રાંતીય વિશ્વનાથ ગૂજવરની ૬ લાખ રૂપિયાની લેતીદેતીમાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. જેમાં દેશી બનાવટની રિવોલ્વર સાથે મધ્ય પ્રદેશના શિવસિંહ અને તેના સાથીદાર આકાશ કિરાડની ધરપકડ કરવામાં આવી છે.


