વડોદરા
વડોદરા શહેર નજીક હાઇવે પર કપુરાઈ ચોકડી નજીક પોર ખાતેથી મહાશિવરાત્રિએ ભગવાન શંકરના દર્શન કરી પરત વતન જતાં બાઇકસવાર માતા-પુત્રના ટ્રકની અડફેટે મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક બનાવમાં દેણાથી શિવ મંદિરે દર્શન કરી પરત ફરતા કિશોરનું કારની ટક્કરે મોત થયું હતું. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી (વાટા) ગામમાં રહેતા જયાબેન મહેન્દ્રસિંહ રાજ અને તેમનો પુત્ર યુવરાજસિંહ મહેન્દ્રસિંહ રાજ (ઉં.૨૩) ગઇકાલે શિવરાત્રિ હોવાથી વડોદરા નજીક પોર ગામે તેમના ભાઇ વિક્રમસિંહ જસવંતસિંહ પઢીયારના ઘરે ગયા હતા. જ્યાં શંકર ભગવાનના મંદિરે દર્શન કરી તેઓ સંબંધીઓને મળી સાંજે ૪ વાગ્યે પરત વતન ભેટાસી જવા ટુ-વ્હીલર લઇ નિકળ્યા હતા. પરંતુ સાંજે સાત વાગ્યે વિક્રમસિંહને તેમની ભાણીએ ફોન કરી કહ્યું હતું કે, તેના માતા અને ભાઇ હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. જેથી વિક્રમસિંહ પઢીયાર બહેન અને ભાણેજની શોધ કરવા હાઇવે પર નિકળ્યા હતા. ત્યારે સુરતથી અમદાવાદ તરફ જતાં કપુરાઇ રેલવે બ્રિજ ચઢતા એક અકસ્માત થયો હોવાથી તેઓ ત્યાં ઉભા રહ્યા હતા. ઘટના સ્થળે જાેતા તેમના બહેન જયાબેને અને ભાણેજને જ અકસ્માત નડ્યો હતો. હાઇવે પર જતી એક ટ્રક તેમને અડફેટે લીધા હતા. જેથી જયાબેનના બંને હાથ તૂટી ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર મોતને ભેટ્યા હતા. જ્યારે ટ્રકની ટક્કરથી ભાણેજ યુવરાજસિંહને પણ છાતીના ભાગે ગંભીર ઇજાઓ થવાની ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બંનેના મૃતદેહ જાેઇ ભાઇ વિક્રમસિંહ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. બંનેને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસ ટ્રક (સ્ૐ ૨૬ છડ્ઢ ૮૬૮૬)ના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


