Gujarat

વર્કશોપના અંતે ઈ ક્વીઝ સ્પર્ધા યોજાઇ : પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા  

દ્વારકાના સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાતી અને તમિલ લોકો વચ્ચે ભાષાના આદાન-પ્રદાન માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આજે વક્તા શ્રી રેવતી શિવાકુમાર અને શ્રી આનંદી કાર્તિકેયન દ્વારા લેન્ગવેજ વર્કશોપ અંતર્ગત ગુજરાતી અને તમિલ ભાષામાં રોજ બરોજના જીવનમાં વપરાતા વાક્યો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત એક હજાર વર્ષ પૂર્વે તમિલનાડુ ખાતે ગયેલા સૌરાષ્ટ્રીયન લોકો ઇતિહાસ, સંસ્કૃતી અને ભાષાકીય  આદનપ્રદાન અંગે જાણકારી આપી હતી. 

વધુ માં જણાવ્યું હતું કે , હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન લોકો તમિલ લોકો સાથે દૂધમાં સાકાર ભળે તેમ ભળી ગયા છે. આ કાર્યશાળા યોજવાનો મુખ્ય હેતુ ગુજરાત અને તમિલનાડુના લોકો વચ્ચે એકબીજા સંસ્કૃતી અને ભાષા વિશે માહિતગાર કરવાનો છે.

આ કાર્યશાળાના અંતે  ઇ ક્વીઝ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

આ વર્કશોપમાં ગુજરાત ટુરિઝમના જોઇન્ટ એમ.ડી. શ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રી દ્વારકા પાર્થ તલસાણીયા, પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયા પાર્થ કોટડિયા, શારદાપીઠ સંસ્કૃત વિદ્યાપીઠના આચાર્યશ્રી, દ્વારકા મામલતદારશ્રી વી.કે. વરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *