Gujarat

વર્કશોપમાં મગફળી સંશોધન સાથે સંકળાયેલા ભારતના વિવિધ રાજયનાં ૧૫૦ થી વધારે વૈજ્ઞાનિકો એ ભાગ લીધેલ

મુખ્ય તેલબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા મગફળી સંશોધન નિદર્શાલય, આઈ.સી.એ.આર., જૂનાગઢનાં સયુંકત ઉપક્રમે તા.ર૪ થી ર૬ મે-ર૦ર૩ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાનો વાર્ષિક મગફળી સંશોધન અંગેનો વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં મગફળી સંશોધન સાથે સંકળાયેલા ભારતના વિવિધ રાજયનાં ૧૫૦ થી વધારે વૈજ્ઞાનિકો ભાગ લીધેલ હતો. આ બેઠકના ઉદધાટન પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામકશ્રી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો.એચ.એમ.ગાજીપરાએ વર્કશોપ મા ઉપસ્થીત રહી કુલાપતીશ્રી, મુખ્ય મહેમાનશ્રીઓ તેમજ ભારત ના અલગ અલગ રાજયમાં મગફળી સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનીકશ્રીઓને આવકાર્યા હતા.

          આ બેઠકના ઉદધાટન પ્રસંગે ડાયરેક્ટરશ્રી, મગફળી સંશોધન નિદર્શાલય, આઈ.સી.એ.આર., મગફળી સંશોધન સાથે સંકળાયેલ વિવિધ કેન્દ્રો, ઝોન ની સ્થિતિ વિશે  માહિતગાર કર્યા હતા.તેમજ વર્ષ ૨૦૨૨ દરમ્યાન વિવિધ સંશોધન કેન્દ્રો દ્વારા મગફળી સંશોધન અંગે નો રીપોર્ટ રજુ કર્યો હતો.  ડો.એસ.એન.નિગમ, ભૂતપૂર્વ મુખ્ય મગફળી સંવર્ધક, ઈક્રીસેટ દ્વારા મગફળી ની વિવિધ સંશોધિત જાતો થી ઉત્પાદન થયેલ ક્રમશ: વધારાથી વૈજ્ઞાનીકોના સંશોધનોને બિરદાવ્યા હતા. તેમણે વાસ્તવિક પરિસ્થિતિઓ (હવામાન/વ્યવસ્થાપન/આનુવંશિક) ને અનુરૂપ નવા સંશોધન પર ભાર મૂક્યો હતો. તેમજ તેમણે સંશોધન ક્ષેત્રે નવા આયામો તેમજ ટેકનોલોજીના ઉપયોગનો અનુરોધ કર્યો હતો.           ડો. સંજયકુમાર ગુપ્તા ડાયરેક્ટર આઈ.આઈ.એસ.એસ દ્વારા મગફળીના ઉત્પાદનના અવરોધક પરિબળો જેવાકે ઓછો સીડ રીપ્લેસમેન્ટ રેટ, ઓછા ગુણાંક દર, બ્રીડર બીજની ઉપલબ્ધી વિષે જણાવેલ. તેમણે મગફળીના પાકમાં ઓછા સીડ રીપ્લેસમેન્ટ રેટ બાબતે ચિંતા વ્યકત કરી હતી અને નવી જાતો દ્વારા જૂની જાતોનું રીપ્લેસમેન્ટ કરી વધુમાં વધુ વિસ્તારમાં વાવેતર થાય તેવી આશા વ્યકત કરી હતી.            ડો.ટી.આર.શર્મા,ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ક્રોપ સાયન્સ), આય.સી.એ.આર., એ દ્વ્રારા મગફળી સંશોધન નિદર્શાલય જૂનાગઢ દ્રારા થયેલ કામગીરી બીરદાવી હતી. તેમણે મગફળી સંશોધનના મુખ્ય પડકારો જેવા કે ગુણવતા યુક્ત બિયારણની ઉપલબ્ધી, વધુ બિયારણ દર, મગફળીના જમીન જન્ય રોગો તેમજ મગફળીના ઉત્પાદન પરઅસર કરતા આબોહવાકીય પરિબળો સામે ટકી શકે તેવી જાતોના સંશોધન માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કરેલ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ સાથે મળી કામ કરવા પર ભાર મુકયો હતો.

મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુ.કૃ.યુ. જુનાગઢ દ્રારા બહાર પાડવામાં આવેલ મગફળી વિવિધ જાતો અને વિકસાવામાં આવેલ ટેકનોલોજી અંગે ડો.વી.પી.ચોવટીયા કુલપતિશ્રી એ માહીતી આપેલ હતી.  તેમજ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવામાં આવેલ મગફળીની વધુ ઓલીક એસીડ ધરાવતી જાતો ના સફળ સંશોધન બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જુદા-જુદા ૧૩ ખેડૂત લક્ષી પ્રકાશનો વિમોચન પણ કરવામાં આવ્યા હતા. અંતમાં સંશોધન વૈજ્ઞાનિક (મગફળી), ડો. આર. બી. માદરીયા દ્વારા આભાર  વિધિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *