આજ રોજ તાડાકછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિરામય છોટાઉદેપુર નિરામય ગુજરાત અંતર્ગત માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર ને ઘટાડવા ના ભગીરથ પ્રયાસ ના ભાગરૂપે ચલામલી, કડાછાલ, માંકની અને તાડકાછલા એમ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નો જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી ના સંયોગ થી મમતા અભિયાન કેમ્પ તેમજ વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન સાંસદ છોટાઉદેર શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર ના શ્રીમતી મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા, તાલુકા સદસ્ય તાડકાછલા, તાડકાછલા ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયત સભ્ય, ડે. સરપંચ તથા છોટાઉદેપુર આરોગ્ય શાખા માંથી આર.સી.એચ.ઓ ડૉ. એમ. ટી.છારી સાહેબ, હાજર રહ્યા હતા.
તેમજ ધીરજ હોસ્પિટલ પીપળીયા થી ખાસ તજજ્ઞ ડોકટર ટીમ હાજર રહી હતી, ડૉ. હેમાંગની ગાંધી આસિ. પ્રોફસર ફૂડ એન્ડ ન્યુટ્રીશન ડિપાર્ટમેન્ટ એમ.એસ.યુનિવર્સિટી, ચંદ્રશેખર પિલ્લાઈ ઓ.એન.જી.સી. એન.જી. ઓ. મનુસ્મૃતિ ટ્રસ્ટ.
સદર કેમ્પ માં કુલ 412 લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો. તેમજ સગર્ભા માતાઓ ના રૂટિન ટેસ્ટ સિવાય વધારાના 350 જેટલા રિપોર્ટ વધુ તપાસ માટે વડોદરા ખાતે મોકલવામાં આવેલ
વધુમાં 108 અને ખીલખિલાટ વિભાગ તરફ થી સગર્ભા બહેનો ને લાવવા લય જવા માટે ખૂબ સારો સહકાર મળ્યો હતો તેમજ મનું સ્મૃતિ ટ્રસ્ટ તરફ થી 30 કિશોરી ઓ ને સેનેટરી પેડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. તથા આર.બી.એસ.કે ટીમ દ્વારા વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં લાભ લીધેલ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ અને આર.બી.એસ.કે ટીમ ના સ્ટાફ ને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. જીગ્નેશ પટેલ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તમામ નો આભાર માન્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર.