Gujarat

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી ટીબીના નવા કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

આજ રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન થયું હતું. આ સમિટમાં જૂનાગઢ જિલ્લાનાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ દરમિયાન ટીબીનાં નવા કેશોમાં ૪૦ ટકા જેવો નોધપાત્ર ઘટાડો જોવા મળેલ જે અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સામાવેશ કરવામાં આવેલ અને સિલ્વર મેડલ મળેલ છે.

જેમાં તા. ૨૦/૧૨/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૩નાં સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લાનાં ૨૦ ગામોમાં/કોર્પોરેશન વિસ્તારમા સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે. જેમાં ૧૦૦૦૪ ઘર, ૩૮૨૦૨ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અને ૧૧૭૭ સ્પુટમ સેમ્પલ કલેકશન કરવામાં આવ્યા છે. જેને અતિ આધુનિક જીન એક્સપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં કોઇપણ નવો કેશ નોંધાયેલ ન હતો. જે હકિકત ને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ઘોરણને પૂર્તતા કરતાં હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જિલ્લા કક્ષાનાં અધિકારીશ્રી અને ડબ્લ્યુ. એચ.ઓ. નાં કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

આ તમામ કામગીરી જૂનાગઢ જિલ્લાના ક્લેકટશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, જિલ્લાનાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ,  તાલુકા કક્ષાનાં ટીબી સુપરવાઈઝર, ટીબી હેલ્થ વિઝીટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેઇલ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ અને લેબ ટેક્નીશિયન તેમજ આશા બહેનો વેગેરેનાં અથાગ પરીશ્રમનાં ફળ સવરૂપે આ મેડલ પ્રાપ્ત થયો છે.

TB-Award2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *