વલસાડ
વલસાડના ગ્રીનપાર્ક ખાતે રહેતા અને બીલીમોરા ધોલાઈ બંદર ખાતે રૂ પીંજવાનો વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાત્રે ધોલાઈ બંદર ખાતે આવેલી ગાદલા બનાવવાની દુકાને ઘરે પોતાની મોપેડ ઉપર પરત ફરિ રહ્યા હતા. જે દરમ્યાન લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર મોપેડ અને ત્નઝ્રમ્ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ત્નઝ્રમ્ ચાલક ત્નઝ્રમ્ રસ્તા ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અને રાહદારીઓ ૧૦૮ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે લાશનો કબ્જાે મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડના ભાગડાવાળા ગામે કરીમનગર સોસાયટીના મેહતાબ એપાર્ટમેન્ટમાં રહેતા અને બીલીમોરા ખાતે દુકાન ચલાવતા ૪૦ વર્ષીય ઈદ્રીશભાઈ અલ્લારખુભા મુલતાની ગતરોજ રાત્રે બીલીમોરા ધોલાઈ બંદર ખાતે ગાદલાની દુકાન બંધ કરી પરત પોતાના મોપેડ જીજે-૧૫-જેજે-૩૧૭૭ ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન વલસાડના લીલાપોર ગામ નજીક કોસ્ટલ હાઇવે ઉપર સામેથી બેફિકરાઈ પૂર્વક અને ગફલત ફરી રીતે ત્નઝ્રમ્નો ચાલક પોતાનું ત્નઝ્રમ્ લઈને આવી રહ્યો હતો. અને ઈદ્રીશભાઈની મોપેડને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. કોસ્ટલ હાઇવે ઉપર ત્ન.ઝ્ર.મ્ નંબર જીજે-૧૫-બીબી-૯૦૯૭ના ચાલકે પુરપાટ અને અત્યંત ગફલત ભરી રીતે હંકારી ઈદ્રીશભાઈ મુલતાનીની મોપેડને અડફેટે લીધી હતી. જેમાં ઈદ્રીશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઈદ્રીશભાઈ મુલતાનીનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. અને ત્ન.ઝ્ર.મ્ ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે ત્ન.ઝ્ર.મ્ મૂકી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ અકસ્માત સ્થાકે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને ૧૦૮ની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે જાેતા ઇદ્રિશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જાે જઈને લાશનું ઁસ્ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં ઈદ્રીશભાઈ મુલતાનીનો પરિવાર વિખેરાઈ ગયો હતો. અને તેમના નાના બાળકો અને તેમની પત્નીનો આધાર સ્તંભ છીનવાઈ જતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આવા બેફામ ત્ન.ઝ્ર.મ્ હંકારતા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ કડક માં કડક કાર્યવાહી કરી સજા કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
