Gujarat

વલસાડમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા મંદિરમાંથી દાન પેટી લઈ તસ્કરો ફરાર થઇ ગયા

વલસાડ
વલસાડમાં તસ્કરો ખાખી વર્દીને ખુલ્લેઆમ પડકાર ફેકી રહ્યા હોય તેમ ગમે ત્યાં ચોરી કરી રહ્યા છે. તસ્કરોએ ઘર તો છોડો ભગવાનના મંદિરને પણ નથી છોડ્યો. તસ્કરોએ શહેરના છીપવાડ સ્થિત આવેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહત્ત્વનું છે કે છીપવાડ પોલીસ ચોકીની સામે જ આ મંદિર આવેલું છે. વલસાડના છીપવાડમાં હનુમાન મંદિર આવેલું છે. ૧૫મી જાન્યુઆરીની રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાં રાખેલી દાન પેટી લઈ ત્યાંથી ફરાર થયા હતા. જણાવી દઈએ કે છીપવાડ પોલીસ ચોકીની સામે જ હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યારે પોલીસ ઊંઘતી હતી કે શું એ પ્રશ્ન ઊભા થયા છે. પોલીસ ચોકીની સામે જ મંદિરમાંથી ચોરી થતા અન્ય વિસ્તારની સલામતી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *