વલસાડ
વિઝીલન્સની ટીમ દ્વારા વલસાડ સર્કલ ઓફીસ હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં થતી વીજ ચોરી અટકાવવા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષ દરમ્યાન વિઝીલન્સની ટીમો દ્વારા ૧.૫૩ લાખથી વધુ શંકાસ્પદ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૩,૭૯૨ વીજ ગ્રાહકોને ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં હતા. તેમની પાસેથી કુલ ૫.૫૦ કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. વીજ કંપનીની વિઝીલન્સની ટીમ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં આકસ્મિત ચેકીંગ કરી ગેરકારદેસર રીતે વીજ લાઈનમાં ગેરવા નાખીને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ સર્કલ ઓફીસ અંતર્ગત આવતા વલસાડ, નવસારી અને આહવા ડાંગ જિલ્લામાં કુલ ૧૧,૧૯,૪૪૪ ગ્રાહકોને વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કેટલાક વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતા અને વીજ યુનિટ વપરાશ કરતા વીજ બીલ ઓછું આવતા શંકાસ્પદ વિસ્તારોમાં વીજ કંપનીની વિઝીલન્સની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. ચાલુ હિષાબી વર્ષ દરમ્યાન વલસાડ સર્કલ ઓફીસની વિઝીલન્સની ટીમોએ કુલ ૧.૫૩ લાખ વીજ કનેશનનો ચેકીંગ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩,૭૯૨ વ્યક્તિઓને વીજ ચોરી કરતા ઝડપી પાડયા હતા. વીજ ચોરી પકડ્યા બાદ વિઝીલન્સની ટીમે કુલ ૫.૫૦ લાખના દંડની વસુલાત જારી છે. સાથે વીજ મીટર ન ધરાવતા ગ્રાહકોને વીજ ચોરી ન કરવા અને જરૂર જણાય તો વીજ કંપનીની કચેરીમાં અરજી કરી વીજ મીટર મેળવ્યા બાદ વીજળીનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઘણા કનેશનો માં વીજ ચોરી પકડવા માટે વહેલી સવારે શંકાસ્પદ ગામોમાં આવેલા શંકાસ્પદ વિસ્તરોમાં રેડ કરીને વીજ ચોરી ઝડપી પાડવા વિઝીલન્સની ટીમ તત્પર રહે છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારોમાંથી ઘણી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં થોડાથોડા દિવસોમાં અલગ અલગ સમયે રેડ કરી વીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે. મોટાભાગે વીજ લાઈનમાં ગેરવો નાખીને વીજ ચોરી કરતા હોવાનું સામે આવે છે. જેથી તેવા તમામ લોકોને જીવના જાેખમે વીજ ચોરી ન કરવા અને જરૂર જણાય તો વીજ કંપનીની કચેરીમાં એક ફોમ ભરી વીજ મીટર મેળવી કાયદેસર વીજળીનો ઉપયોગ કરવા જાગૃત પણ કરવામાં આવે છે. ઉનાળાના સમયમાં વધારે વીજ ચોરી ઝડપાયા છે. મોટા ભાગે રાત્રીના સમયે લોકો વીજ ચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. સાથે ખેડૂતો પિયત પાણી આપવાના સમયે ગેરકાયદેસર રીતે વીજ લાઈનમાં ગેરવા નાખીને વીજળીની ચોરી કરતા પણ ઝડપી વીજ ચોરી ન કરવા જાગૃત કરવામાં આવે છે. ભૂતકાળના દિવસોમાં હાઇવે ઉપર આવેલી હોટલ સંચાલકો તેમના કેમ્પર્સમાં મુકવામાં આવેલા ડ્ઢઁ અને ફ્યુઝમાંથી વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમ વલસાડ સર્કલ ઓફિસના વિઝીલન્સની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું.


