મકસુદ કારીગર,કઠલાલ
વાંઠવાડી મુકામે યુવા ક્ષત્રિય સેના મહામંત્રી અને પરિવર્તન ચેરિટેબલના પ્રમુખ ભૂપતસિંહ સોમાભાઈ ચૌહાણ દ્વારા ૨૧ દીકરીઓનો નિ:શુલ્ક સમૂહ લગ્નનું આયોજન મહેમદાવાદના વાંઠવાડી મુકામે કરવામાં આવ્યું હતું જેમાં લગ્નના દિવસે ૩૦,૦૦૦ થી વધુ લોકો દીકરીઓ ને આશીર્વાદ આપવા આવ્યાં હતા. કાર્યક્રમને ઐતિહાસિક બનાવાયો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લામાં પ્રથમવાર હેલિકોપ્ટરથી દીકરીઓ અને માતાજીની શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરાઈ હતી.


