Gujarat

વાઘોડિયામાં યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા

વડોદરા
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મદાર ગામનો વતની રમેશ ઉર્ફે ડિસ્કો કાળુભાઈ રાઠોડિયા (ઉંમર વર્ષ ૩૫) છેલ્લા ત્રણેક વર્ષથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં નવીનગરીમાં વિધવા બે સંતાનની માતા સાથે રહેતો હતો અને છૂટક મજૂરી તેમજ કડિયા કામ કરીને ગુજરાત ચલાવતો હતો. તેને કાશીપુરા ગામની વિધવા બે સંતાનની માતા સાથે પ્રેમ થતાં રમેશ ઉર્ફ ડિસ્કો રાઠોડિયા તેણીને ગેરકાયદેસર કાશીપુરા લઈ આવ્યો હતો. અને પત્ની તરીકે રાખતો હતો. એક માસ પહેલાં મહિલા તેના ગામ કાશીપુરા ગઈ હતી પરંતુ તે પરત ન આવતા ૧૫ દિવસ પહેલા રમેશ ઉર્ફે ડિસ્કો રાઠોડિયા તેને લેવા માટે ગયો હતો. જાે કે પરત ન ફરતા મઢેલી ગામમાં રહેતા તેના કાકા ફતેસિંહ રવજીભાઈ રાઠોડીયાએ પણ રમેશ ઉર્ફે ડિસ્કો કાશીપુરા ગામે રોકાઈ ગયો હશે તેવા અનુમાન સાથે તપાસ કરી ન હતી. દરમિયાન ૧૧ દિવસ પૂર્વે મઢેલી ગામમાં રહેતા ટીનાભાઈ મુસલમાન નામના વ્યક્તિએ ફતેસિંહને એક કલર ફોટો બતાવ્યો હતો. ફોટો જાેતા ફતેસિંહને ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોને લાશ હોવાની શંકા ગઈ હતી. તેઓએ આ બાબતે તપાસ કરતા માહિતી મળી હતી કે ૧૧ દિવસ પહેલા કાશીપુરા ગામના તળાવના કિનારેથી આ લાશ મળી આવી હતી. અને તેનો વાઘોડિયા પોલીસે કબજાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનો ન મળતા પોલીસે સરકારી રાહે તેનો નિકાલ કરાવ્યો છે. ફતેસિંહને પોલીસ દ્વારા એવી પણ માહિતી મળી હતી કે ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોની કોઈ અજાણી વ્યક્તિઓએ માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી લાશને તળાવમાં ફેંકી દીધી હતી. દરમિયાન ફતેસિંહ રાઠોડીયાએ પોલીસ મથકમાં રમેશ ઉર્ફ ડિસ્કો કાળુભાઇ રાઠોડિયાની કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. ફતેસિંહે ફરિયાદમાં ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોને કાશીપુરાની વિધવા બે સંતાનની માતા સાથે પ્રેમ હતો. અને તે ભત્રીજા રમેશ સાથે રહેતી હતી. ૧૫ દિવસ પહેલાં ભત્રીજાે કાશીપુરા તેની પ્રેમિકાને લેવા માટે ગયો હતો. ત્યારબાદ તે પરત ફર્યો ન હતો. તેવી કેટલીક વિગતો પણ ફરિયાદમાં જણાવી છે. વાઘોડિયા પોલીસે ફરિયાદના અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ૧૧ દિવસ પૂર્વે કાશીપુરા ગામના તળાવમાથી મૃત હાલતમાં મળી આવેલ રમેશ ઉર્ફે ડિસ્કોની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે રમેશ ઉર્ફે ડિસ્કો રાઠોડિયાની હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યારાઓ ઝડપાયા બાદ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.વડોદરાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામની નવીનગરીમાં રહેતા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ૧૧ દિવસ પૂર્વે માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. અને લાશ તળાવમાં નાખી દીધી હતી. જાેકે મોતને ઘાટ ઉતારાયેલ યુવાનની ઓળખ થાય તે પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સરકારી રાહે નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું અનુમાન છે. વાઘોડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

File-02-Photo-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *