Gujarat

વાણિજય કોલેજ કઠલાલ ખાતે ‘ગરવી માતૃભાષા-મારી ગુજરાતી’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સાહિત્ય પરિષદ, અમદાવાદ અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના સંયુક્ત ઉપક્રમે નવલકથાકાર દેવશંકર મહેતા વ્હ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અત્રેની કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા ‘ગરવી માતૃભાષા-મારી ગુજરાતી’ વિષય પર એક વિશેષ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. ડો.રમેશ ચોધરી, જેઓ સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં આસિ.પ્રોફેસર છે.તેઓએ તેમના વિશદ વ્યાખ્યાનમાં ગરવી ગુજરાતીનું મહિમાગાન  કર્યું હતું. ગુજરાતી સાહિત્યની વાત કરી ગુજરતી ભાષાની સમૃધીની ઝલક આપી હતી. સાથે ગુજરાતી ભાષા સર્વધન અને પ્રચાર-પ્રસાર માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના સંયોજક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.કુસુમ પરદેશી રહ્યા હતા. તેમને સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પણ કર્યું હતું ગુજરાતીના અધ્યાપક ડો.વંદના રામીએ વિશેષ વક્તાનો પરિચય અને વીઝીટીંગ ફેકલ્ટી કલ્યાણસિંહ પરમારે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો. અમિતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અને ઉપાચાર્ય વૈશાલીબેન મકવાણાની ઉપસ્થિતિમાં સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

IMG-20230221-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *