Gujarat

વાતાવરણમાં પલટો અને વરસાદ પડવાની શક્યતા વિષે અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી

અમદાવાદ
ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થશે. ૧૦મી તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ૧૨ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. ૧૨થી ૧૫ એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. ૧૯ એપ્રિલ બાદ તાપમાન ૪૪, ૪૫ ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ ૨૩ અને ૨૪ તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સુકુ થશે અને તારીક ૧૦થી ૧૬ વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. ૨થી ૮ મે વચ્ચે પણ માવઠુ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મે મહિનામાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થશે અને જુન મહિનામાં ભારે પવન સાથે વરસાદ પડશે. ૧૭ જૂનની આસપાસ સારા વરસાદની શક્યતા છે. જાેકે, દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમ જાેવા જઈએ તો અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલની આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષે ૯૪થી ૯૫ ટકા જ વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાનારી આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંબાલાલે માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૭મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. ૮થી ૧૪ એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી ૮થી ૧૪ એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે. મહત્વનું છે કે, ૨૨ એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે. બીજી બાજુ એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. તેમ છતાં આ વર્ષના ચોમાસા પર માઠી અસરની શક્યતા ઘટશે. ચોમાસુંની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *