જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના નાના હડમતિયા ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૨.૬૫ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
નાના હડમતિયા ગામની ૫૪૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા નાના હડમતિયા ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૨.૬૫ લાખ મંજૂર કરાયા છે. જેમાં ગ્રેવીટીમેઇન પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી, હેડ, ટી સિસ્ટમ, નળ કનેક્શન, ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
