બોટાદ જીલ્લાના રાણપુર શહેરની સર્વોદય સ્કુલના વિદ્યાર્થીઓએ રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની ની મુલાકાત કરી હતી.જેમાં ટેક્ષપીન કંપનીની બેરીંગની અલગ-અલગ પ્રોડક્ટ અને ડીપાર્ટમેન્ટ વિશે વિદ્યાર્થીઓએ રસપ્રદ માહીતી મેળવી હતી.ટેક્ષપીન બેરીંગ કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા,મેનેજીંગ ડીરેક્ટર દિપેનભાઈ મકવાણા,ડીરેક્ટર વિશાલભાઈ મકવાણા એ સર્વોદય સ્કુલના વિદ્યાર્થીઓને ટેક્ષપીન બેરીંગ કંપનીનુ મેનેજમેન્ટ,પ્રોડક્ટ નું ઉત્પાદન,કંપનીનુ સંચાલન વિશે વિદ્યાર્થીઓએ માહીતગાર કર્યા હતા.સર્વોદય સ્કુલના સંચાલક અશોકસિંહ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ટેક્ષપીન કંપનીના ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા હજારો લોકોને રોજીરોટી આપી રહ્યા છે અને રાણપુરનું નામ ઉદ્યોગ જગતમાં રોશન કરી રહ્યા છે તે બદલ સર્વોદય સ્કુલના આચાર્ય દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.ટેક્ષપીન પરીવાર દ્વારા સર્વોદય સ્કુલનો આભાર માનવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ ટેક્ષપીન કંપનીની મુલાકાત લઈ ભવિષ્યમાં આવુ જ કંઈક કરવાની પ્રતિજ્ઞા લીધી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


