Gujarat

વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ ૪ આરોપીની ધરપકડ

સુરત
સુરતના બહુચર્ચિત વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડી ગેંગે અત્યાર સુધીમાં ૩૦૦ ઉમેદવારોને પાસ કરાવ્યા છે. જેના માટે કુલ ૩૦ કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા છે. હાલમાં જે ચાર આરોપીઓ પકડાયા છે તેમાં નિશીકાંત સિન્હા, સલીમ નિઝામુદ્દીન, મનોજ મકવાણા અને નિકુંજ પરમારનો સમાવેશ થાય છે. આરોપી નિશીકાંત સિન્હા ભાયલીમાં વડોદરા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કૉલેજનો લેબ ઈન્ચાર્જ હતો. ૨૦૧૯માં રાજસ્થાન બીટ્‌સ પીલાની કૉલેજમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે એડમિશનના ગુનામાં નિશીકાંત સિન્હાની ઝ્રમ્ૈંએ ધરપકડ કરી હતી અને તિહાડ જેલમાં ધકેલ્યો હતો. બીજા આરોપી સલીમ નિઝામુદ્દીન ઢાપાએ ૩૦ ઉમેદવારોને પાસ કરાવી ૩ કરોડ પડાવ્યા હતા. એજન્ટ મનોજ મંગળ મકવાણાએે ૪ ઉમેદવારોને પાસ કરાવી ૪૦ લાખ પડાવ્યા હતા. જ્યારે નિકુંજ પરમારે ૪ ઉમેદવારોને પાસ કરાવી ૪૦ લાખ પડાવ્યા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *