Gujarat

વિરાટ કોહલીએ અમદાવાદ ટેસ્ટમાં કરી દીધો રેકોર્ડસનો વરસાદ

અમદાવાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ૩ વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં આ ૨૮મી સદી છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ૭૫મી સદી છે. કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ૪ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં આ શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને કોહલીની સદીની ઉજવણી કરી હતી. આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી સદી ૨૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ ફટકારી હતી. અમદાવાદમાં કિંગ કોહલીએ ૨૪૧ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. આ લગભગ ૩ વર્ષ બાદ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી છે. અગાઉ કોહલીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે ૧૩૯ રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામે આ કુલ ૧૬મી સદી છે જ્યારે સિનિયર સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ૨૦ સદી ફટકારી છે. તો વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્‌સમેન બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા સામે ૧૨ સદી ફટકારી છે. વિરાટ કોહલીએ વેડિંગ રિંગને કિસ કરીને તેની શાનદાર સદીની ઉજવણી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે કોહલી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે આ તેની આઠમી ટેસ્ટ સદી છે. આ યાદીમાં સચિન ૧૧ સદી સાથે પ્રથમ જ્યારે અનુભવી સુનીલ ગાવસ્કર ૮ સદી સાથે બીજા સ્થાને છે. વિરાટ કોહલીએ ઘરની ધરતી પર ૪૦૦૦ ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. કોહલી દેશમાં ટેસ્ટમાં ૪૦૦૦ કે તેથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય બન્યો છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *