જીતુ ઉપાધ્યાય – હિંમતનગર
વિર પ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા તા ૨૬/૦૨/૨૩ ના રોજ હિંમતનગર ખાતે ઓપન ગુજરાત ચેસ ટુર્નામેંટ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગુજરાત ના અલગ અલગ જીલ્લાઓ માં થી ૪૦૪ ખેલાડીઓ એ અંડર ૧૮ તથા ઓપન માં ભાગ લીધો હતો જેમાં ૪૮ જેટલા આંતરરાષ્ટ્રીય ફીડે રેટેડ પ્લેયર્સે ભાગ લઈને ટુર્નામેંટ ને વધુ શાનદાર બનાવેલ
ઓપન કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય ૨૧૪૧ ફીડે રેટીંગ ધરાવનાર એસ કે સિન્હા ચેમ્પ્યેન થયેલ છે જ્યારે અંડર ૧૮ માં રાજ સપલાણી, અંડર ૧૫ માં તીર્થ ઊપાધ્યાય, અંડર ૧૨ માં રાજવીર ચૌહાણ , અંડર ૮ માં નિર્હીત પટેલ તથા ગર્લ્સ કેટેગરી માં પરીમલ નાવ્યા પ્રથમ વિજય થયેલ,ઊદ્ધાટન સમારંભ માં જે ડી પટેલ (જીલ્લા પ્રમુખ ભાજપ, રાજેન્દ્રસિંહ ચાવડા (પુર્વ ધારાસભ્ય) યતીનબેન મોદી (પ્રમુખ હિંમતનગર નગરપાલીકા), વિનોદભાઈ પટેલ (તાલુકાપંચાયત પ્રમુખ), વાસુદેવભાઈ રાવલ, હસમુખભાઈ પટેલ, દિલીપસિંહ મકવાણા ઊપસ્તિથ રહેલ , દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો ધ્વારા ચેસ ની પ્રથમ ચાલ રમીને ટુર્નામોંટ ખુલ્લી મુકી ખેલાડીઓ ને શુભેચ્છા પાઠવી ખેલદિલી પુર્વક સ્પર્ધા માં ભાગ લેવા અનુરોધ કરેલ.
હિંમતનગરના આંગણે ઐતિહાસિક ચેસ ટુર્નામેંટ નું આયોજન કરવામાં આવેલ જેમાં જીલ્લા કક્ષાએ ૪૦૦ થી વધુ સંખ્યા માં સ્પર્ધકોએ ભાગ લઈને સ્પોર્ટમેન સ્પિરિટ ધ્વારા રમીને વધુ ઐતિહાસિક બનાવેલ વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા આજદિન સુધી વિવિધ સામાજિક કામગીરી કરવામાં આવે છે સૌપ્રથમ વાર રમતગમત ક્ષેત્રે પણ મહત્વની કામગીરી કરીને સાબરકાંઠા માં રમતને પ્રોત્સાહન મળે તેવી નેમ સાથે સફળ સ્પર્ધા નું આયોજન કરેલ, સ્પર્ધા માં ભાગ લેનાર ખેલાડીઓએ હર્ષભેર સ્પર્ધાને માણી હતી, વિરપ્રતાપ ફાઉન્ડેશન ના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ધ્વારા જણાવવામાં આવ્યુ કે ચેસ પ્રત્યે જાગૃતતા આવે એ હેતુ આ આયોજન કરેલ હતું, ભવીષ્ય માં પણ આવી ટુર્નામેંટો રમાડીને ચેસ ની રમત ને પ્રોત્સાહન આપવા નિર્ધાર વ્યક્ત કરવામાં આવશે.