Gujarat

વિશ્વપ્રસિધ્ધ પરમ પૂજય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદ માં જર્મનીથી સ્વામી અનિરૂધ્ધાનંદજી ગુરૂશ્રી

વિશ્વપ્રસિધ્ધ પરમ પૂજય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદ માં જર્મનીથી સ્વામી અનિરૂધ્ધાનંદજી ગુરૂશ્રી પરમહંસ વિશ્વાનંદજી  ભક્તિ માર્ગ આશ્રમ અને વૃંદાવનથી બ્રહ્મચારી સંદીપદાસનંદજી પરમહંસ વિશ્વાનંદ આશ્રમ ગિરિધર ધામ થી તા. ૧૩/૦૫/૨૦૨૩ ને શનિવારનાં રોજ જગ્યાની મુલાકાત બદલ આવેલ જયાં તેમણે રામદરબાર અને બધાજ સમાધિ મંદિરનાં દર્શન કર્યા. પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા અને પૂ. શ્રી ભયલુબાપુ નાં દર્શન કર્યા, પૂ. બાળઠાકરશ્રી પૃથ્વીરાજબાપુને રમાડીયા. પૂ. બાશ્રી અને પૂ. બાપુ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જગ્યા ની  વ્યવસ્થા અને સ્વચ્છતાથી ખૂબજ પ્રભાવિત થયા અને પોતે ભાવવ્યક્ત કર્યો કે જર્મની આશ્રમ ખાતે ભારતની અનેક સંસ્થાનાં ગાદીપતિઓની પ્રસાદીની વસ્તુઓ છે તો અમારે પરમ પૂજય શ્રી વિસામણબાપુ ની પ્રસાદીની વસ્તુ પણ જર્મની આશ્રમ ખાતે લઈ જવા ભાવવ્યક્ત કર્યો.  ગુજરાતમાં આવ્યા બાદ આ જગ્યામાં એમણે પહેલીવાર  પ્રસાદ લઈ કહ્યું કે આ જગ્યાનો પ્રસાદ  ખૂબ જ  સાત્વિક અને સ્વાદિષ્ટ છે એવો આનંદ વ્યક્ત કર્યો.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230513-WA0403.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *