Gujarat

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગની બોટાદ ખાતે ભવ્ય કારોબારી મીટીંગ

સાળંગપુર
વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ ના હોદેદારો માટે કુદરતી છત્રછાયારૂપી ધર્મનંદન આઈ-લેન્ડ, ઉગામેડી ગામ, બોટાદ મુકામે વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ની મસ્તી સાથે કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ પ્રથમ સાળંગપુર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત એન્ડ કરોડો લોકોની આસ્થા નું સ્થાન એવા શ્રી કષ્ટભંજન હનુમાનજી ના મંદિરે દર્શન કર્યા હતા સાથે જ યુથ વિંગના કન્વીનર પૌરસભાઈ પટેલ, કો-કન્વીનર આકાશભાઈ પટેલ ની સાથે અન્ય હોદ્દેદારોએ સ્વામીજી શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ લીધા હતા.
ત્યારબાદ બોટાદ જિલ્લામાં મીટીંગનું આયોજન કરેલ જેમાં બોટાદ પી.આઈ, પી.એસ.આઈ, તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં સૌ હોદ્દેદારો સમક્ષ પ્રમુખ સી.કે પટેલ ના વિઝનને અનુલક્ષીને આવનારા સમયનું ગુજરાતી રાષ્ટ્ર ચિંતક નું આયોજન રજૂ કરેલ અને એક બીજાના વિચારો અને સૂચનો પર ચર્ચા પણ કરવામાં આવી હતી.
વિશ્વ ગુજરાતી સમાજ ના ભાવિ કાર્યક્રમો વિષે આયોજન ના ભાગરૂપે વિચારણા અને ર્નિણયો પણ લેવામાં આવ્યા. ત્યારબાદ સૌએ ભેગા મળી ને કાઠીયાવાડી ભોજન, બોટીંગ, સાથે મસ્તી નો આંનદ માણ્યો હતો. તમામ વ્યવસ્થા કરનાર વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ના ગુજરાત પ્રદેશ એડવાઈઝરી કમિટી સભ્ય અને ગઢડા તાલુકા કારોબારી ચેરમેન વિનુભાઈ અનઘણ નો તેમજ ધર્મનંદન આઈ-લેન્ડ ના માલિક લાલજીભાઈ પટેલ (સુરત) નો વિશ્વ ગુજરાતી સમાજે હૃદયથી આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *