વિશ્વ ટી.બી દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકામા તાલુકા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ટી.બી રોગ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સ્પર્ધામાં ૧ થી ૩ નંબર આવેલ બાળકોને શિલ્ડ આપ્યા હતા તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માળિયાહાટીના તાલુકાના હેલ્થ ઓફિસર ડો.આભા મલ્હોત્રા, હેલ્થ સુપરવાઇઝર મિતેશ કચોટ,તેમજ સાથે બી.આર.સી, સી.આર.સી, શિક્ષકો, આગાખાન સંસ્થામાંથી પાર્થીવભાઈ તેમજ આરોગ્ય ટીમનાં સભ્યો હાજર રહ્યાં હતાં.


