Gujarat

વિશ્વ ટીબી દિવસ નિમિતે યોજાયેલ કેમ્પમાં ૬૬ બોટલ રક્ત એકત્રિત કરાઇ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટિનાં કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી તા.૨૪/૦૩/૨૦૨૩નાં રોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાએ દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો.આર.એમ.સોલંકી,               સહ સંશોધન નિયામકશ્રી, ડો.આર.બી.માદરીયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કૃષિ યુનિવર્સિટી શાખા, જૂનાગઢનાં બ્રાન્ચ મેનેજર શ્રી રાજેન્દ્રકુમાર તથા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, જૂનાગઢનાં બ્લડ બેંક વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ સેવાઓ આપી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મળીને કુલ ૬૬ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ  ડો.આર.એમ.સોલંકી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કૃષિ યુનિવર્સિટી શાખા, જૂનાગઢનાં બ્રાન્ચ મેનેજર શ્રી રાજેન્દ્રકુમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *