મહેસાણા
મહેસાણા ના વિસનગર સહેર મા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે વરલી મટકા ના જુગાર ધામ પર દરોડા પાડી ૧૦ જુગારીને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા ત્યારે એક આરોપી ને ઝડપવા તજવીજ આદરી છે વિસનગર માં આવેલ સરકારી પ્રાથમિક શાળા ન ૩ પાસે ખુલ્લા વરલી મટકાનો જુગાર ચાલતો હતો. ત્યારે રેડ દરમિયાન ૧.૪૯ લાખથી વધુનો મુદ્દામાલ ટીમે ઝડપી વધુ તપાસ આદરી છે. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર શહેર મા ઠાકોર સુરેશજી પોપટ જી વિસનગર આથમનો વાસ ઠાકોર વાસ સરકારી પ્રાથમિક શાળા ન ૩ નજીક ખુલ્લા માં વરલી મટકા નો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળતા ટીમે દરોડો પાડતા જુગારીઓમાં ભાગડોળ મચી જવા પામી હતી ત્યારે રેડ દરમિયાન કુલ ૧૦ જુગારી ઝડપાઇ ગયા હતા સમગ્ર રેડ દરમિયાન તપાસ કરતા પોલીસે સ્થળ પરથી ૬૩,૭૧૦ રોકડા,૭ ફોન કિંમત ૨૬,૦૦૦, વાહન ૩ કિંમત ૬૦,૦૦૦, મળી કુલ ૧ લાખ ૪૯ હજાર ૭૧૦ નો મુદ્દામાલ ઝપ્ત કરી ૧૧ વિરુદ્ધ વિસનગર પોલીસ મથક માં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
